સ્કાઈડાઈવર શ્વેતા પરમાર: ભારતની ચોથી અને ગુજરાતની પ્રથમ Licensed મહિલા સ્કાઈડાઈવર

સ્કાઈડાઈવર શ્વેતા પરમાર ભારતની ચોથી અને ગુજરાતની પ્રથમ Licensed મહિલા સ્કાઈડાઈવર છે. શ્વેતા અત્યાર સુધી આકાશમાંથી 15 હજાર ફૂટની ઉંચાઇથે સ્પેનમાં 29 વખત, 13 હજાર ફૂટની ઉંચાઇથી દુબઇમાં 19 વખત, 14 હજાર ફૂટની ઉંચાઇથી રશિયામાં 15 વખત તથા 10 હજાર ફૂટની ઉંચાઇથી ભારતમાં 5 વાર છલાંગ લગાવી ચૂકી છે.

વર્ષ 2016 માં મહેસાણામાં આયોજિત કેમ્પમાં પહોંચેલી શ્વેતા પરમાર એ 10 હજાર ફૂટની ઊંચાઈએથી પહેલો જમ્પ માર્યો હતો. અત્યાર સુધી 68 વખત jump લગાવી ચુકી છે. તેનું સપનું આકાશમાંથી 200 વાર છલાંગ લગાવવાનું છે.

ગુજરાતની 50 સક્ષમ મહિલાઓ ની ગાથા “શક્તીરૂપેણ સંસ્થિતા” પુસ્તકનું વિમોચમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “વિશ્વ મહિલા દિન” ની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું જેમાં વડોદરા જિલ્લાનું ગૌરવ એવા સ્કાયડાઇવર શ્વેતા પરમાર જેઓ Techmero કંપનીના સહ-સ્થાપક પણ છે ની ગાથા નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો: https://www.instagram.com/explorewithshweta/

Please follow and like us:

Leave a Comment